Kīrtan
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ
A revered Swaminarayan sampraday stuti glorifying Bhagwan Swaminarayan as Purna Purushottam and Sarvopari. Devotees seek shelter at His feet and pray for His divine grace and liberation.
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
…
Karaoke highlight follows the audio.
- 1×2
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી

- 2×2
સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી
સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી
- 3×2
છો વિમલ અમૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રીહરિ
છો વિમલ અમૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રીહરિ
- 4
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી

- 5
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી
- 6×2
હે અખિલ વિશ્વધાર તનુ સાકાર તેજોમય મહા
હે અખિલ વિશ્વધાર તનુ સાકાર તેજોમય મહા
- 7×2
અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહા

- 8×2
છે સકળ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી
છે સકળ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી
- 9
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી
- 10
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી
- 11×2
અવતાર લઈ અવની વિષે સદ્ધર્મની ગ્લાનિ સમે
અવતાર લઈ અવની વિષે સદ્ધર્મની ગ્લાનિ સમે
- 12×2
નિજ ભક્ત કારણ રૂપ બહુબહુ ધારીને વિચરો તમે

- 13×2
ઉત્થાપી મૂળ અધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી

- 14
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી
- 15
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી
હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી
- 16×2
આ સમયમાં સામર્થ્ય રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ

- 17×2
ભવમાં ભટકતા જીવનું અજ્ઞાનધન હરવા વિભુ
ભવમાં ભટકતા જીવનું અજ્ઞાનધન હરવા વિભુ
- 18×2
સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃદ્ધિ કરી

- 19
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી
- 20