Kīrtan
નમન હું કરું વિશ્વપાળને
A humble prayer by Sadguru Narayan Das Swami. The devotee bows to the sustainer of the universe, seeking His grace to remove distress. Declaring that there is no other refuge, the prayer asks for the Lord to remain in the heart always.
…
Karaoke highlight follows the audio.
Sign in to download for offline
Lyrics
Tap any line (✦) to ask about it, or open the full ask panel below.(AI)
- 1
નમન હું કરું વિશ્વપાલને, કરગરી કહું ભક્તિબાળને

- 2
અરજ માહારી ઉરમાં ધરો, વિપત્તિ માહારી શ્રીહરિ હરો

- 3
અવર આશરો માહારે નથી, સર્વ જાણને શું કહું કથી

- 4
કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્તના મણી

- 5
અમરના પતિ આશ તાહરી, રસિક રાખજો લાજ માહરી

- 6
પ્રણતપાળ છો સર્વના પ્રભુ, દીન દયાલ છો વિશ્વના વિભુ

- 7
વિમલ મુર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો

- 8
અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો

- 9
અરજ માહારી ઉરમાં ધરો, વિપત્તિ માહારી શ્રીહરિ હરો
અરજ માહારી ઉરમાં ધરો, વિપત્તિ માહારી શ્રીહરિ હરો
- 10
નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિબાળને

Ask about this kīrtanકીર્તન વિશે પૂછો
Sign in to use Ask AI
Free — sign in with Google or email.